રાજ્યમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોએ 137 મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય-તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને 35 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત છે, જેમાં 80 આદિવાસી પટ્ટામાં, 23 અગરિયા વિસ્તારોમાં, 11 રણ પ્રદેશોમાં, ચાર વન વિસ્તારમાં અને 19 સામાન્ય ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, આ એકમોએ OPD પરામર્શ દ્વારા 13 લાખથી વધુ નાગરિકોને સેવા આપી છે, જેમાં પાંચ લાખથી વધુ લોકો માટે લેબ પરીક્ષણો કર્યા છે, 8 હજારથી વધુ મહિલાઓને પ્રસૂતિ પહેલાની સંભાળ પૂરી પાડી છે અને એક હજારથી વધુ ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની ઓળખ કરી છે.
Site Admin | નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM)
રાજ્યમાં 13 લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ વાન દ્વારા OPD સેવાઓનો લાભ મેળવ્યો