રાજ્યમાં “108 ઍમરજન્સી” સેવાને વર્ષ 2025 સુધીમાં વિક્રમજનક એક કરોડ 79 લાખથી વધુ કટોકટી કૉલ મળ્યા છે. તેના થકી દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ 2007માં શરૂ કરાયેલી 108 ઇમરજન્સી સેવા અન્ય રાજ્ય માટે પથદર્શક અને આદર્શ સેવા પૂરવાર થઈ છે. 108 દ્વારા 58 લાખ 38 હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત કટોકટી સેવા અને 21 લાખ 77 હજારથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં કટોકટી સેવાઓ અપાઈ છે. જ્યારે જીવન—મરણનો સવાલ હોય તેવી સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 17 લાખથી વધુ લોકોના જીવ બચાવાયા છે. ઉપરાંત એક લાખ 52 હજારથી વધુ મહિલાઓની ઍમ્બુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે
Site Admin | ઓગસ્ટ 2, 2025 7:27 પી એમ(PM)
રાજ્યમાં “108 ઍમરજન્સી” ઍમ્બુલન્સે અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખથી વધુ કટોકટી કૉલ થકી લોકોને સેવા પૂરી પાડી