રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા છે. જેમાં 57 લાખ 62 હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ 21 લાખ 36 હજારથી વધુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે. ‘108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2024 સુધીમાં એક કરોડ 23 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. જ્યારે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 15 લાખ 84 હજારથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 3 લાખ 17 હજારથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2024 સુધીમાં 51 લાખ 26 હજારથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જ્યારે 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 753 નાગરિકોનો આપાતકાલીન સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 19, 2025 2:06 પી એમ(PM)
રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા
