ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2025 3:41 પી એમ(PM)

printer

રાજ્યમાં 102 મોબાઇલ હૅલ્થ યુનિટ અને 35 મોબાઈલ મૅડિકલ યુનિટ એમ કુલ 137 યુનિટ સેવારત્

રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ગામડાઓમાં લોકોને પ્રાથમિક તબીબી સારવાર ઘરઆંગણે મળે તે હેતુથી રાજ્યમાં 102 મોબાઇલ હૅલ્થ યુનિટ અને 35 મોબાઈલ મૅડિકલ યુનિટ એમ કુલ 137 યુનિટ સેવારત્ છે. તે પૈકી 80 આદિજાતિ વિસ્તારમાં, 23 અગરિયા વિસ્તારમાં, 11 રણ વિસ્તારમાં, 4 જંગલ વિસ્તારમાં અને 19 સામાન્ય વિસ્તારમાં મોબાઈલ હૅલ્થ-મૅડિ લ યુનિટ કાર્યરત્ છે.
આ સપ્ટેમ્બર સુધીમાં કુલ 13 લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ-મૅડિકલ યુનિટની OPD સેવાનો લાભ લીધો છે. ઉપરાંત આઠ હજારથી વધુ મહિલાની પૂર્વ પ્રસુતિ સંભાળ, એક હજારથી વધુ હાઈરિસ્ક માતાની ઓળખ તેમજ પાંચ લાખથી વધુ નાગરિકોની પ્રયોગસાળામાં તપાસ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.