ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:27 એ એમ (AM)

printer

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે. દરમિયાન 33 લાખ 92 હજાર અતિજોખમી વસ્તીનું આલેખન અને ચાર લાખ 42 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત રાજ્યોમાં થયેલી કામગીરીની વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી.
આ સમીક્ષામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું કે, 34 હજારથી વધુ એક્સ-રૅ તપાસ પણ કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં 10 હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા 3 લાખ 31 હજાર જેટલી પોષણ કિટનું વિતરણ કરાયું છે.