રાજ્યમાં 10 લાખ કિશોરીઓને કુપોષણ નિવારણ અને પોષણયુક્ત એનિમિયામાં ઘટાડા અંગેની ‘પૂર્ણા યોજનાનો લાભ અપાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દર મહિનાના ચોથા મંગળવારે”પૂર્ણા દિવસ” હેઠળ કિશોરીઓને ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે. દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની ચકાસણી પણ કરાય છે. આ યોજના માત્ર કિશોરીઓની પોષણની ઉણપને દૂર કરવા પૂરતી સીમિત નથી આ યોજના કિશોરીઓને જીવનના પડકારોનો સામનો કરવા માટે પણ સશક્ત બનાવે છે. આ યોજના અંતર્ગત 16 થી 18 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વ્યવસાયિક તાલીમ અપાય છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 6:52 પી એમ(PM)
રાજ્યમાં 10 લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ અપાયો