મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. શ્રી પટેલે કહ્યું, આજે ભારત સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને આ વર્ષને આંતર-રાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આ રજત જયંતી મહોત્સવની ઉજવણી એક સુભગ સંયોગ છે.
શ્રી પટેલે જનધન યોજનાને ઐતિહાસિક પગલું ગણાવતાં કહ્યું, તેના થકી 56 કરોડ જેટલા જનધન ખાતા ખોલાયા અને છેવાડાના લોકો સુધી બૅન્કિંગ સેવાઓ પહોંચતા લોકોને ડાયરેક્ટ બૅન્ક ટ્રાન્સફર – DBT મારફતે વિવિધ યોજનાઓનો લાભ સીધો તેમના બૅન્ક ખાતામાં મળી રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:28 પી એમ(PM)
રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ