રાજ્યમાં હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે મહાનગરપાલિકાની બે હજાર 600 થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં નિરીક્ષણ કર્યું. હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી રાખતી 541 જેટલી બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવા પ્રદૂષણ અંગે રાજ્યમાં એલર્ટ રહેવાની અધિકારીઓને ચેતવણી આપી હતી.જેના અનુસંધાનમાં શહેરી વિકાસ વિભગના અગ્ર સચિવે રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓના કમિશ્નર અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશ્નરો સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઇટનું નિરીક્ષણ કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં લેવા તાકીદ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM)
રાજ્યમાં હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી 541 બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત