મે 9, 2025 3:23 પી એમ(PM)

printer

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ ગાંધીનગરના દહેગામ અને ભરૂચના વાગરા તાલુકામાં વરસ્યો છે.
જ્યારે મહેસાણાના ઊંઝા, સુરતના મહુવા, ભાવનગરના ઘોઘા, ભરૂચના જંબુસર, વલસાડના વાપી, ખેડાના વાસો સહિતના તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.