રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરોને અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે.બીજો તબક્કો 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રોલિઝ, વોશ ઈન્ફ્રાટ્રક્શર અને સ્વચ્છતા દિવસ સાથે યોજાશે. જ્યારે ત્રીજો તબક્કો 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, સ્વતંત્રતા દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે.હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 9:43 એ એમ (AM)
રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર કરાશે