નવેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)

printer

રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે

રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામ સ્કૂલ કેમ્પસમાં આવેલા વિજયી ભારત ફાઉન્ડેશન ખાતે ૧૦ નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના એક હજારથી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.