મે 12, 2025 6:41 પી એમ(PM)

printer

રાજ્યમાં સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી

ઓપરેશન સિંદૂર દરમિયાન રાજ્યમાં સોશિયલ મીડિયાપર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. સત્તાવારયાદી મુજબ ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સેનાનું મનોબળ તૂટે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 FIR ઉપરાંતજામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરતશહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.