રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે. આ અંગે માહિતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, અત્યાર સુધીના દસ તબક્કામાં કુલ ત્રણ કરોડ સાત લાખ 63 હજાર 953 અરજી મળી છે, જે પૈકી કુલ ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 અરજીનો નિકાલ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનું સ્થળ પર નિરાકરણ કરવા વર્ષ
2016થી ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાય છે. હાલ આ કાર્યક્રમમાં આવકના દાખલા, રાશનકાર્ડ,આધારકાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર જેવી 55 જેટલી સેવાને આવરી લેવાઈ છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:07 પી એમ(PM)
રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે