રાજ્યમાં સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા પશુઓમાં કૃત્રિમ બીજદાનમાં પાંચ ગણો વધારો થયો છે. સત્તાવાર યાદી અનુસાર સેક્સ સોર્ટેડ સીમેનના એક ડોઝ માટે શરૂઆતમાં પશુપાલકો પાસેથી 300 રૂપિયા સેવા ફી લેવામાં આવતી હતી. જોકે વર્ષ 2024માં રાજ્ય સરકારે આ સેવા ફીમાં 250 રૂપિયાનો ઘટાડો કરી માત્ર 50 રૂપિયા પ્રતિ ડોઝ ફી નિયત કરી હતી. જેના પરિણામે કૃત્રિમ બીજદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. વર્ષ 2024-25માં એક લાખ 30 હજાર 925 પશુઓને તેમજ ચાલુ વર્ષે ઓક્ટોબર સુધીમાં એક લાખ 178 પશુઓને સેક્સ સોર્ટેડ સીમેનના ડોઝ અપાયા છે. આ પદ્ધતિના પરિણામે માદા બચ્ચાનો જન્મદર 94 ટકા સુધી પહોંચ્યો છે.
Site Admin | ડિસેમ્બર 20, 2025 7:12 પી એમ(PM)
રાજ્યમાં સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા પશુઓમાં કૃત્રિમ બીજદાનમાં પાંચ ગણો વધારો થયો