ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પ્રસંગે શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજીનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે, ત્યારે સાયબર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતા તેના નિવારણ માટે રાજકોટ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન થકી રાજકોટ, જામનગર, મોરબી,
દેવભૂમિ દ્વારકાના નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનામાં વધુ ઝડપી ન્યાય મળશે. ડિજિટલ અરેસ્ટ અંગે લોકોએ સાવધ થઈ, આવી બનતી ઘટના સમયે શરમ અને સામાજિક ડર છોડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા શ્રી સંઘવીએ અનુરોધ કર્યો.
Site Admin | જુલાઇ 25, 2025 3:32 પી એમ(PM)
રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી