રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને નવી દિલ્હી ખાતે આ માટેનો પુરસ્કાર એનાયત કર્યો હતો.
રાજ્ય સાઈબર સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં પહેલી જાન્યુઆરી 2024થી 10 સપ્ટેમ્બર 2024 સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ 93 હજાર 66 ફરિયાદ દાખલ થઈ છે, જેની સામે ગુજરાત પોલીસે ત્વરિત પગલાં લઈ છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકીની 209 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી છે.
હેલ્પલાઇન નંબર 1930ની કામગીરીમાં વધુ 90 કૉલર્સના સ્ટાફની ભરતી કરાશે. તેઓ ફરિયાદોની નોંધણી અને નાણાકીય સંસ્થાઓ સાથે વિશેષ સંકલન કરી નાગરિકોના છેતરપિંડીના નાણાં બચાવવા મદદરૂપ થશે. ઉપરાંત સાયબર ગુનાઓ માટે એક અલગથી ચેટબોટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:38 પી એમ(PM)
રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું