હવામાન વિભાગે આજે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીના છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ સહિત 15 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર યાદી મુજબ, બોટાદના બરવાળા તાલુકામાં સૌથી વધુ સાઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં છ ઈંચ વધુ, બોટાદના બોટાદ તાલુકામાં પોણા છ ઈંચ, સુરેન્દ્રનગરના મૂળી અને જામનગરના જોડિયા તાલુકામાં સાડા પાંચ ઈંચ તેમજ આ સિવાયના તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ થયો છે.બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે. ગઈકાલે પીપળિયા ગામમાં એક કાર તણાઈ જતાં NDRFની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. NDRFએ સ્થાનિક નગરપાલિકા બચાવ ટુકડી અને સ્થાનિક આગેવાનો સાથે મળી કારમાં સવાર મુસાફરોની શોધખોળ કરી હતી. જોકે, હજી સુધી ચાર જેટલા મુસાફર મળ્યા નથી પણ શોધખોળ ચાલી રહી છે.
Site Admin | જૂન 18, 2025 11:52 એ એમ (AM)
રાજ્યમાં સવારે ચાર વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ – રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી