રાજ્યમાં સમાન નાગરિક સંહિતા U.C.C.ને લાગુ કરવા પૂર્વે જૂનાગઢ અને મોરબીમાં ગઈકાલે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રમુખ નાગરિકો, વકીલો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફે જૂનાગઢમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આ કાયદા અંગે અભિપ્રાયો,મંતવ્યો અને સૂચનો મેળવ્યા હતા.બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીએ જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં U.C.C. માટે રચાયેલી સમિતના સભ્યો સી.એલ. મીણા તેમજ આર.સી.કોડેકર ઉપસ્થિત રહ્યા હતા. મોટાભાગના લોકોએ U.C.C.ની તરફેણમાં મંતવ્ય રજૂ કર્યા તો મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો.
Site Admin | માર્ચ 26, 2025 9:42 એ એમ (AM)
રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને લાગુ કરવા પૂર્વે જૂનાગઢ અને મોરબીમાં વિવિધ ક્ષેત્રનાં પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ.
