રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી. બંને સભ્યોએ શહેરના ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓના પ્રતિભાવ મેળવ્યા અને પરામર્શ કર્યો હતો.
બેઠક અંગે સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે કહ્યું, સમાન નાગરિક સંહિતા એ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજ બદલવા માટે નથી. રાજ્યમાં લગ્ન નોંધણી, છૂટાછેટા, ભરણપોષણ, લીવ ઇન રિલેશનશિપમાં તમામ માટે એકસરખો કાયદો રહે એ માટે નાગરિકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે.
રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર – એક ,છઠ્ઠા માળ, સેક્ટર દસ – એ, ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્ય રજૂ કરી શકશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ UCCGUJARAT.IN ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે.
Site Admin | માર્ચ 18, 2025 8:42 એ એમ (AM)
રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી
