માર્ચ 4, 2025 7:09 પી એમ(PM) | નાગરિક

printer

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતને ચકાસવા રચાયેલી સમિતિની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતને ચકાસવા રચાયેલી સમિતિની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ. નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ uccgujarat.in નો શુભારંભ કરાયો. સમિતિના અધ્યક્ષે રાજ્યના નાગરિકોને UCC અંગે સૂચનો મોકલવા અપીલ કરી હતી.
આ સમિતિએ રાજ્ય સરકારના વિવિધ આયોગ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિમર્શ કરી સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતાં. UCC અંગે સૂચનો આગામી 24 માર્ચ સુધીમાં સમિતિની કચેરી બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે.