રાજ્યભરમાં આજે પણ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી.. સવારના છ થી સાંજના છ વાગ્યા દરમિયાન 168 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ જેટલો, અને જૂનાગઢના માળિયા હાટીનામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
ભાવનગરના શિહોરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. 20 દિવસના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો તાપી જિલ્લાના વ્યારામાં પણ લાંબા સમય બાદ વારસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. છોટાઉદેપુરના ઘણા વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં આજે બીજે દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ડાંગર સહિત અનેક પાકોને જીવતદાન મળ્યું છે.
અમને હમણાં મળતાં સમાચાર મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ભાટિયા શહેરમાં વીજળના કડાકા સાથે ભારે વરસાદ વરસતાં બજારોમાં પાણી ભરાયા છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:11 પી એમ(PM)
રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર – બાર કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન