રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે. એશિયાઈ સિંહોને વસવાટ ધરાવતા કુલ 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ‘ડાયરેક્ટ બિટ વૅરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે.પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરાશે. રાજ્યમાં એશિયાઈ સિંહોની વસતિ ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખચિહ્નો, જીપીએસ લૉકેશન વગેરે વિગત નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ત્રણ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. આ વસતિ અંદાજ માટે ‘ડાયરેક્ટ બિટ વેરિફિકેશન’ પદ્ધતિનો ઉપયોગ કરાશે. તેનાથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે અંદાજે 100 ટકા ચોક્સાઈ મળે છે. દરમિયાન ગણતરી માટે અત્યાધુનિક કૅમેરા, રેડિયો કૉલર, ઈ-ગુજ-ફૉરેસ્ટ ઍપ્લિકેશન અને G.I.S. સૉફ્ટવૅર જેવી આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે તેવી સત્તાવાર માહિતી છે.
Site Admin | એપ્રિલ 22, 2025 9:40 એ એમ (AM)
રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે
