ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 8, 2024 3:19 પી એમ(PM) | સંત જલારામ બાપા

printer

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે રાજકોટના વિરપુર ગામમાં લાખો લોકો બાપાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આશરે 210 વર્ષ પહેલા વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું હતું જે આજે પણ અખંડ ચાલી રહ્યું છે. દિવાળી જેવો માહોલ આજે વીરપુરમાં જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં જલારામ બાપાની પાદુકા પૂજન, આરતી, મહાપ્રસાદ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
તો પાટણમાં આ દિવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 302 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.