રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.. તંત્રને ભેળસેળયુક્ત ઘીની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા. ૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. ડૉ.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, ગાંધીધામ અને ધ્રોલ ખાતેથી ચાર-ચાર મળી કૂલ આઠ નમુના ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાકીનો આશરે ૬૯ ટનથી વધુનો જથ્થો જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 4:14 પી એમ(PM)
રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું
