જાન્યુઆરી 4, 2026 7:06 પી એમ(PM)

printer

રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે આજે વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે અંતર્ગત અમદાવાદ સ્થિત સદવિચાર પરિવાર તેમજ સ્વર્ગિય રંજનબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “સંવેદનાનો સ્વાદોત્સવ- 2026” નું આયોજન કરાયું છે, જેમાં 51 પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરી પ્રસ્તુત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.