રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 61એ પહોંચી છે. જ્યારે 73 દર્દીના મોત નીપજ્યા છે.
રાજ્યમાં હાલમાં ચાંદીપુરા કેસના 4 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 87 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટુકડીએ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના ઘર તેમ જ આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 53 હજાર 999 ઘરમાં દેખરેખની કામગીરી કરી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:13 એ એમ (AM) | aakshvani | newsupdate
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે
