રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને સંચય થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આજની પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું, જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 12 અને દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 586 નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. શ્રી પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 9 ચેકડેમને મંજૂરી મળી છે તેમાંથી ત્રણનું કામ પૂર્ણ કરાયું. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 6 ચેકડેમની મંજૂરી મળી હતી તેમાંથી એક ચેકડેમનું કામ પુરું કરાયું છે.
દરમિયાન મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર અંગે પ્રધાનમંત્રીને અભિનંદન આપતો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો. વિપક્ષે પણ ઓપરેશન સિંદૂર અંગેના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
ગૃહમાં આજે નાણાં ઉર્જા, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ તથા સહકાર વિભાગના પ્રશ્નો રજૂ કરાશે. આ ઉપરાંત આજે બે સરકારી ખરડા ગુજરાત વસ્તુ અને સેવા વેરા (દ્વિતિય સુધારા) ખરડો અને ગુજરાત જન વિશ્વાસ સુધારા ખરડો રજૂ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 3:18 પી એમ(PM)
રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને સંચય થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ ..