હવામાન વિભાગે આજથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે જો કે 24 કલાક દરમિયાન કચ્છમાં ભારે વરસાદની સંભવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે, 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાંથી એક હજાર 678 લોકોને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળે ખસેડાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યુ.
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વાવ અને સુઈગામ તાલુકામાં આવતીકાલે તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પાટણ જિલ્લાના વૌવામાં ફસાયેલા 27 લોકો જ્યારે કચ્છ જિલ્લાના ભચાઉના કડોલ ખાતેના કારખાનાફસાયેલા છ લોકોને બચાવી લેવાયા હતા.