ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2025 9:56 એ એમ (AM)

printer

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ – છેલ્લા બાર કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ, સાબરકાંઠા અને અરવલ્લી અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યના 134 તાલુકામાં ગઇકાલે સાંજે 6થી આજે સવારે 4 વાગ્યા સુધી હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદના બરવાળામાં 2.72 અને આણંદના ખંભાતમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફલો થતાં પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા છે. ગઈકાલે રાત્રે ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અમારા ભાવનગરના પ્રતિનીધી જણાવે છે કે ગોહિલવાડ પંથક, ભાવનગર શહેર, ઘોઘા, ગારીયાધાર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આગામી 7 દિવસ ઉત્તર ગુજરાતના પૂર્વ વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.