રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ અમદાવાદ સિટી તાલુકામાં વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાને વટાવી ગયો છે.
બીજી તરફ, હવામાન વિભાગે આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના માછીમારોને આગામી 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે.
દરમિયાન રાજ્યમાં કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- N.D.R.F.ની 12 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- S.D.R.F.ની 20 ટુકડી વિવિધ જિલ્લામાં ખડેપગે હોવાના અહેવાલ છે.
તો રાજ્યમાં હાલ 28 બંધ 100 ટકા ભરાયા છે. જ્યારે મહેસાણાનો ધરોઈ બંધમાં આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ કુલ 76 ટકા જેટલો ભરાયો છે.
Site Admin | જુલાઇ 21, 2025 2:33 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર યથાવત્..
