રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ થયો. તેમાંથી સૌથી વધુ 81 ટકા જેટલો સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. વરસાદને કારણે હાલ રાજ્યમાં 249 માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.
દરમિયાન રાજ્યમાં આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 3:09 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો.