ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 21, 2025 3:21 પી એમ(PM)

printer

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, જુનાગઢ, ગીરસોમનાથ અને દેવભૂમિદ્વારકા સહિત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે જુનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેના કારણે આઠ રાજ્ય ધોરીમાર્ગ સહિત 390થી વધુ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. આ વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાઈ ગયું છે. તેમજ જરૂરી સેવાઓને અસર થઈ છે.
અમરેલીના દરિયામાં હજી પણ 70 હોડી ફસાયેલી છે. જિલ્લા કલેક્ટરે કહ્યું, 11 ખલાસી ગઈકાલથી ગુમ છે. દરિયામાં કરન્ટ હોવાથી હૅલિકૉપ્ટર ઉડી શકતા નથી. વાતાવરણ હળવું થતાં જ હૅલિકૉપ્ટર ઉડશે.
દેવભૂમિદ્વારકાનાં કલ્યાણપૂર અને રાવલ પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. જ્યારે રાવલ-સુર્યાવદર વચ્ચેના રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે. રાવલ આસપાસના ખેતરમાં પણ પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું છે. બીજી તરફ, ભાણવડમાં કિલેશ્વર પર્યટન સ્થળ પર ફરવા આવેલા બે લોકો વરસાદી પાણીમાં ફસાઈ જતા સ્થાનિક તંત્રએ તેમને બચાવી લીધા છે…
ભરૂચમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના સ્ટેશન, કસક સર્કલ, પાંચબત્તિ, સેવાશ્રમ રોડ લિન્ક રોડ, શક્તિનાથ સહિતના વિસ્તારમાં વરસાદના અહેવાલ છે.
મહીસાગરમાં રાજ્યના ત્રીજા નંબરના કડાણા બંધમાં 11 હજાર 827 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ આ બંધ તેની ભયજનક સપાટીથી માત્ર સાત ફૂટ દૂર છે. આઠ જિલ્લાની જીવાદોરી સમાન કડાણા બંધ 82 ટકા જેટલો ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ઉપરાંત વિરપુર તાલુકામાં ચાર ઇંચ વરસાદને કારણે નદી-નાળા અને તળાવ છલકાઈ ગયા છે. નવા નીરના કારણે લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે.
ભાવનગરમાં અડધાથી સાત ઇંચ જેટલો વરસાદ થયો છે. આજે સવારે છ વાગ્યા સુધી પૂરા થતાં 24 કલાક સુધીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયાના અહેવાલ છે.
તાપીમાં ઉકાઈ બંધના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ છે. બંધના નવ દરવાજા અને હાઈડ્રો યુનિટ મારફતે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બંધમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નદી કિનારા લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.