રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતનાં 18 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રાજ્યના 51 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 69 ટકા ભરાયો છે.
Site Admin | જુલાઇ 30, 2025 7:04 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું-આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ
