રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદ સામાન્ય રહશે. ત્યારબાદ 12 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.ગઈકાલે રાજ્યના 70 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારિયાધરમાં 2 ઇંચ વરસાદ જયારે ભાવનગરના સિહોરમાં 1 ઇંચ થી વધુ વરસાદ થયો હતો.દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી માછીમારો અને દરિયાકિનારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
Site Admin | જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી