રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જોકે, અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 111 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.
બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં આઠ જિલ્લાના 21 તાલુકામાં વરસાદ થયો હતો. ડાંગમાં પણ સૌથી વધારે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો. જોકે, ગત બે દિવસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ અંબિકા, ગિરા, પૂર્ણાં, ખાપરી અને ધોધડ નદી સહિત નાના-મોટા કોતરો વરસાદી પાણીથી ઉભરાઈ ગયા હતા. તેને લઈ નીચાણવાળી વિસ્તારમાં, ગ્રામીણ માર્ગ, કૉઝ-વૅ પર પાણી ભરાતા માર્ગ બંધ થયા હતા. હવે તમામ માર્ગ પરથી વરસાદી પાણી ઓસરી જતાં જનજીવન પૂર્વવત થયું છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ