રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 41 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે. આજે દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.
આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા માછીમારોને 29 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 
Site Admin | ઓગસ્ટ 26, 2025 3:17 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 41 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો
 
		 
									 
									 
									 
									 
									