સપ્ટેમ્બર 13, 2024 7:50 પી એમ(PM) | સમારકામ

printer

રાજ્યમાં વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરાશે

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરાશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રોડ-રસ્તાની સર્જાયેલી પરિસ્થિતિને પૂર્વવત્ કરવા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. તે ઉપરાંત કહ્યું કે,રાજ્યમાં 4 હજાર 172 કિલોમીટર લંબાઈના રસ્તાને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આમાંથી 2 હજાર 429 કિલોમીટરના રસ્તાનું સમારકામ પૂર્ણ કરાયું છે અને બાકીના રસ્તાનું સમારકામ આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.