રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા છે. ત્યારે મહેસાણામાં આવેલા ધરોઈ બંધની સંગ્રહ ક્ષમતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 70 ટકા સુધી પહોંચી છે.
તાપીમાં આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો વ્યારાના બોરખડી ગામ સહિતના વિસ્તારમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
તે રાજકોટ જિલ્લાના આજી-એક બંધના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંધ 70 ટકા ભરાયો છે. બંધ પૂર્ણ ભરાતા તેની સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. તેને લઈ રાજકોટ તાલુકાના બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર, રોણકી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટના ક્વૉલિટી કન્ટ્રોલ સબ ડિવિઝન નંબર એકના નાયબ કાર્યકારી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
બીજી તરફ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રાજકોટથી ચોટિલા સુધીના રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ કરાયું.
Site Admin | જુલાઇ 14, 2025 3:04 પી એમ(PM)
રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા