ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસ, રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સરવે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યમાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે ત્યાં સરકાર મોજણી એટલે કે, સરવે કરશે. સાત દિવસમાં આ સરવે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 7:23 પી એમ(PM)
રાજ્યમાં વરસાદથી થયેલા પાકના નુકસાનનો સરવે કરાશે – રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો