નવેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)

printer

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે.

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે. તે પૈકી અત્યાર સુધીમાં 27 કૅન્ટીન કાર્યરત્ થઈ ગઈ છે. આ નવી કૅન્ટીન પોલીસ વિભાગ, માર્ગ અને ઈમારત કચેરીઓ, મહાનગરપાલિકાની કચેરીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓમાં શરૂ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
સખીમંડળની મહિલાઓ દ્વારા સંચાલિત સુવિધાયુક્ત માળખાની સાથેની 200થી વધુ મંગલમ્ કૅન્ટીન હાલ વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલય, હૉસ્પિટલ જેવી મહત્વની જગ્યાઓ પર કાર્યરત્ છે. આ કૅન્ટીન થકી એક હજાર 700થી વધુ સખીમંડળની મહિલાને દર મહિને 10 હજારથી 50 હજાર રૂપિય સુધીની આવક મળી રહી છે.