ડિસેમ્બર 11, 2025 2:18 પી એમ(PM)

printer

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા..

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક 2 કરોડ રૂપિયા અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-ATVT અન્વયે એક કરોડ રૂપિયા એમ કુલ 3 કરોડ રૂપિયાનું વાર્ષિક અનુદાન અપાશે.
તાજેતરમાં જ જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરવામાં આવી હતી. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50 ટકાથી વધુ ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કરાયો છે.