સપ્ટેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

printer

રાજ્યમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે – સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

રાજ્યમાં આ વખતે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા રાજ્ય પોલીસના તમામ જિલ્લા વડા અને શહેરના વડાઓને સૂચના અપાઈ છે. શ્રી સંઘવીએ ગરબા આયોજકોને તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું તેમજ કોઈની પણ ભક્તિને ખલેલ પહોંચે તેવા પ્રકારના ગીત ન વગાડવા ટકોર કરી.