રાજ્યની 185 નદીના બંને કાંઠાની જમીન પર વનવિભાગ દ્વારા “વૃક્ષ ઉછેર ઝૂંબેશ” હાથ ધરાશે. રાજ્યમાં લીલું આવરણ વધારવા લેવાયેલા સરકારના આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, વૃક્ષ ઉછેર પહેલા સિમાંકન – ભૌગોલિક માહિતી પ્રણાલિ – G.I.S. માપણી કરીને કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરાશે. તેનો ઉપયોગ માત્ર લીલા આવરણ અને વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે.
આ ઝૂંબેશથી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે તેમ શ્રી મોઢવાડિયાએ ઉંમેર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 2, 2026 7:40 પી એમ(PM)
રાજ્યમાં લીલું આવરણ વધારવા 185 નદીના બંને કાંઠાની જમીન પર વૃક્ષ ઉછેર ઝૂંબેશ હાથ ધરાશે