ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2024 8:17 એ એમ (AM) | લઘુત્તમ તાપમાન

printer

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સીયસથી ઓછું રહ્યું હતું. સૌથી ઓછું 15.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું હતું. જયારે અમરેલી, પોરબંદરમાં 16.5, નલીયા, વડોદરામાં 17.5 અને નર્મદા તથા ડીસામાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું.
ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હાલમાં પવનની ઉત્તર- પૂર્વ દિશા છે, જે આગામી સમયમાં બદલાતા ઠંડીમાં વધારો થશે. આ અંગે અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ. કે. દાસે જણાવ્યું…