યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર ગૃહ વિભાગે પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ થશે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાનું જણાયું છે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 9:35 એ એમ (AM)
રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ