ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2025 9:43 એ એમ (AM)

printer

રાજ્યમાં રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં બાંધછોડ ન ચલાવવા અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ નિર્દેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં બાંધછોડ ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા.ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્દેશો આપ્યા હતા. મહાનગરોના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.શ્રી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના ખાડા પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને 30 નવેમ્બર સુધીમાં માર્ગોની સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી.