રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું

રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું છે. અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 88 ટકા E-KYC પૂર્ણ થયું છે. લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા દોઢ વર્ષથી e-KYCની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારે રેશન કાર્ડધારકોના e-KYCની કામગીરી ઘરે બેઠા “My Ration” મોબાઈલ એપ્લિકેશનથી, નજીકનાં મામલતદાર/ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ખાતે V.C.E. દ્વારા, વાજબી ભાવનાં દુકાનદારો દ્વારા, શાળા/કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા “PDS Plus” મોબાઈલ એપ્લિકેશનથી થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચાલુ જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ 93.40 ટકા અનાજ વિતરણ કરાયું છે.