ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 7:38 પી એમ(PM)

printer

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઇ ગયો

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા રમતવીરો અનેકોચ તેજસ બાકરે, વરજંગ વાળા,એન્થોની જોસેફ, ડેવિડ કોલોગા, અનિલ પટેલ, પ્રમેશ મોદી, નમન ઢીંગરા,જલ્પ પ્રજાપતિ, મિરાંત ઇટાલીયા, વિવાન શાહ, બખ્તિયારુદ્દીન મલેક અને રુદ્ર પટેલનું સન્માનકરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટરતેજસ બાકરેને જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતભૂતપૂર્વ રમતગમત મંત્રી નરહરિ અમીને પોતાના રમતગમત મંત્રી તરીકેના અનુભવો વર્ણવ્યાહતા અને ઉપસ્થિત મહેમાનોને રાષ્ટ્રીય રમતગમત દિવસની શુભેચ્છાઓ આપી હતી.ગુજરાત રમતગમત સત્તામંડળ- SAGના મહાનિયામક આર. એસ. નિનામાએ રાજ્યસરકાર દ્વારા રમતગમત ક્ષેત્ર અને ખેલાડીઓને સુવિધાઓ પુરી પાડવા લેવાયેલા પગલાંની માહિતીઆપી હતી. તો ભાવનગરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે આજે બાસ્કેટબોલ, એથલેટીક્સ, હોકી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ