ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 29, 2025 9:55 એ એમ (AM)

printer

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 86 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ગરીબ અને વંચિત બાળકોને શાળાઓમાં પ્રવેશ આપતા કાયદા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શાળાઓમાં 86 હજાર 274 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.રાજ્યની નવ હજાર સાતસો એકતાળિસ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આ પ્રવેશ અપાયો છે. બે લાખ 38 હજાર જેટલી અરજીઓ પ્રવેશ માટે મળી હતી. ચકાસણી અને રદ કરેલી તેમજ વાલીઓ દ્વારા રદ કરાયેલી અરજીઓને અંતે પહેલા રાઉન્ડમાં આ પ્રવેશ અપાયો છે. પ્રવેશથી વંચિત રહેલા બાળકો માટે બીજા રાઉન્ડમાં ચકાસણીને અંતે પ્રવેશ આપવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ