ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 7:53 પી એમ(PM)

printer

રાજ્યમાં યોજાયેલા વિવિધ રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં એક હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રો અપાયાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દરમિયાન વડોદરામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 764 અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં 200થી વધુ યુવાનોને નિમણૂકપત્ર અપાયા.
આ ઉપરાંત અમદાવાદના દિનેશ હૉલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આવકવેરા વિભાગમાં નિમણૂક પામેલા 296 યુવાનોને નિમણૂકપત્ર અપાયા. સુશ્રી બાંભણિયાએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું, રોજગારનું સર્જન કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ